Fixed Menu (yes/no)

header ads

મૃત્યમના વિચાર | ટૂંકા સુવિચાર | ગુજરાતી ગઝલ | જ્ઞાન સુવિચાર | Sara Suvichar Gujarati | Gujarati Gazal

Mrutyamna Vichar | Tunka Suvichar | Gujarati Gazal | Sara Suvichar Gujarati | કર્મ સુવિચાર | જ્ઞાન સુવિચાર | સમજણ સુવિચાર | ટૂંકા સુવિચાર | જીવન સુવિચાર | ગુજરાતી સુવિચાર ફોટો




પ્રેમ એટલે : 

પ્રેમથી જો પ્રેમ મળે તો જીવનનું સરનામું બની જાય . 

અહી પ્રેમ મેળવવાની વાત છે ,પ્રેમને અનુભવવાની વાત છે .


  • પ્રેમ એટલે લાગણીનો સમૂહ .
  • પ્રેમ એટલે એક ભીનો સ્પર્શ
  • પ્રેમ એટલે આત્માથી આત્માનો મિલન
  • પ્રેમ એટલે રાહ જોવાનો મીઠો રીવાજ
  • પ્રેમ એટલે વગર માંગે લેવા દેવાનો વ્યવહાર
  • પ્રેમ એટલે નિયમો વગર ખુલ્લા આકાશમાં ઉડતું પંખી
  • પ્રેમ એટલે વગર બોલે સમજવાનો અભ્યાસ
  • પ્રેમ એટલે વગર ડૂબકીએ તરવાની પ્રક્રિયા
  • પ્રેમ એટલે એક લાંબો ઇન્તઝાર
  • પ્રેમ એટલે દુનિયાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ
  • પ્રેમ એટલે પ્રેમી કે પ્રેમીકાની ભીતરથી આવતી પરસેવાની સુધન્ધ
  • પ્રેમ એટલે રાધા અને કૃષ્ણનું બીજું નામ 



સાચા પ્રેમને ઉમરની કાટ નથી લાગતી :



પુસ્તક ખરીદવા માટે નીચે આપેલી લિંક ઓપન કરો 

પ્રેમનું પારેવું 




આપડે ગમે તેટલી ઉમરના કેમ ના થઇ જઈએ પ્રેમને કદી ધડપણ આવતું નથી . અને કદી આવવાનું પણ નથી .


આપણું દિલ તો એક નાના બાળક જેવું જ રહેતું હોય છે . ધણીવાર દિલ અને દિમાગ વચ્ચે લડાઈ ચાલતી હોય છે .


અને લોકો દિલનું જ વધારે માનતા હોય છે . જેમ બાળકો કોઈના બંધનમાં નથી રહેતા તેવી રીતે દિલ પણકોઈના બંધનમાં રહેતું નથી . હા પણ જયારે પ્રેમ થાય છે ત્યારે દિલની દશા જ બોલાઈ જાય છે .


દિલ અને દિમાગ વચ્ચે દિલની શું હાલત થાય છે એ તો જેને સાચો પ્રેમ કર્યો છે એને જ ખબર હોય છે .

આજે બસ આટલું જ 

વધુ વાંચો : બીમારીને અને કમાઈને કોઈ લેવા દેવા ખરા


સ્મિત એ પ્રેમનું પ્રથમ પગથીયું છે :





અમુકના સ્મિત એવા કે હોય છે કે જોતા તેઓ ગમી જાય .


અમુક સબંધો વ્યક્તિના સ્મિત સાથે જોડાયેલા હોય છે . કારણ કે સ્મિતવાળું મો સૌ ને ગમતું હોય છે .


વ્યક્તિના સ્મિત સાથે જો તેના બોલવામાં અને વ્યવહારમાં મીઠાશ હશે તો સબંધો વધારે લાંબો સમય ચાલશે અને સબંધોમાં મીઠાશ બની રહેશે .



 

 દિકરી એટલે શું?: 


 
કેટલું મુશકેલ છે :


કોઈ દિકરીને પુછજો દિકરી થઇ રેવું કેટલું મુશ્કેલ છે .

વધારે નહી થોડી   સમજવાની કોશિષ કરજો

સહનશીલતા  કેળવવી કેટલી મુશ્કેલ છે .

સમજ્યા હોય તો આઝાદી જરૂર આપજો

ખુલ્લા આકાશમાં ઉડાન કેટલી મુશ્કેલ છે .

બહુ ઓછા લોકો માન આપે છે તેમને

આબરુ મેળવવી કેટલી મુશ્કેલ છે .

ના દિવસ જોવે છે ના રાત જોવે છે

પરિવાર જાળવી રાખવો કેટલું મુશ્કેલ છે .

કોઈ દીકરીને પુછજો દીકરી થઇ રેવું કેટલું મુશ્કેલ છે .

 

       

દિકરી એટલે :




દિકરી એટલે ફાનસમાં ચાલતો એવો દીવો

કે જ્યાં જાય ત્યાં અજવાળું જ ફેલાયેલું રહે .

દિકરી એટલે ઝાંઝરનો એવો ઝણકાર

કે જ્યાં જાય ત્યાં સંગીત ગુંજતું રહે .

દિકરી એટલે કુમકુમનો એવો સાથિયો

કે જ્યાં દોરવામાં આવે તે સ્થળ પવિત્ર રહે .

દિકરી એટલે એવું અદભૂત સ્મિત

કે જેને જોઈ બાપની ખુશી છલકતી રહે .  

 

 

દિકરી એટલે : 




દિકરી એટલે માં ના ખોળામાં છુપાયેલી નાની ઢીંગલી

દિકરી એટલે બાપની છાતી પર ભાખોડિયા ભરતી નાની ઢીંગલી

દિકરી એટલે બહેન સાથે રમતી રિષાતી નાની ઢીંગલી

દિકરી એટલે ભાઈ સાથે વારે વારે ગઝડતી નાની ઢીંગલી

દિકરી એટલે દાદાની લાડલી નાની ઢીંગલી

દિકરી એટલે દાદીની આંખોમાં હરખાતી નાની ઢીંગલી

 

 

દિકરી એટલે : 




દિકરી એટલે નવરાત્રીનો ઝણકાર

દિકરી એટલે ધર આંગણાની રંગોળી

દિકરી એટલે રસોડાની સજાવટ

દિકરી એટલે વાસણની ઢગલી

દિકરી એટલે કીમતી સોનાનું આભુષણ

દિકરી એટલે કુદરતનું ખીલેલું ફૂલ

દિકરી એટલે ઓરડામાં ફેલાયેલી સુવાસ

દિકરી એટલે સહનશક્તિનો મજબુત ભાગ

દિકરી એટલે ભીની લાગણીઓનો મીઠો અહેસાસ

દિકરી એટલે લોહને પણ પીગળવાની જાદુઈ ચાવી 




Gujarati gazal pdf | 2 line Gujarati gazal | Gujarati gazal Shayari | famous Gujarati gazal | Gujarati gazal for love


હું તને માંગું ને તું મળી જાય : 



 

હું તને માંગું ને તું મળી જાય

એવી દુઆ ક્યાં કબુલ થાય છે .


આમ તને પામવાના ૧૦૦ રસ્તાઓ છે

પણ થોડી બીક છે રસ્તાઓના વળાંકની

લોકો કહે છે દુનિયા પારકી છે પણ


પણ અહી તો મને પોતાનો જ દેહ પારકો લાગે છે

પ્રણયના આ પંથમાં એ જ પંખીડા ખુશ છે


જ્યાં બીજાને કાંટા અને પોતાને ફૂલ ભાગમાં છે

રદય પર હાથ મૂકી કોઈ દી વિચારજો


કેટલાના દિલ તોડ્યા છે જાણતા અજાણતા

જયારે પોતાનું દિલ તૂટવાનો અહેસાસ થાય


ત્યારે એક ફરિયાદ કરી લેજો પોતાના ભગવાનને

કબુલ થાય છે કે ક્યાંક હવા સંગ ઉડી જાય છે .



એ રીતથી છપાઈ ગયા છો દિલમાં : 



 

એ રીતથી છપાઈ ગયા છો દિલમાં

જાણે કોઈ શબ્દો છપાઈ ગયા હોય પુસ્તકમાં .


મારા દિલમાં રહેવાનો તારો કેટલો આભાર માનું

બસ ધડકન તારા નામની જ ધડકે


એટલી જ દુઆ ખુદા પાસે માંગું .

અરે ઓં માટીના બનેલા માનવી ,


ખુદાની બંદગીના  રસ્તા તો અલગ અલગ છે

પણ તેને પામવાની ઘેલછા તો એક જ જેવી છે ને .


એ કરે છે વાંચન તો , શબ્દોમાં પ્રભુનું નામ આવે

પછી ભલેને એ હિંદુ હોય કે મુસલમાન .


આમ કહેવા જઈએ તો પત્થરમાં ભગવાન પૂજાય છે .

બાકી પાણીમાં ક્યાં કોઈના આકાર ચોક્કસ હોય છે .


જો શ્રદ્ધા હોય તો મનને માળવે જ મૂકી રાખજો .

બાકી એના દરબારમાં ક્યાં ખોટ સાલતી જોવાય છે .



દર્દ અને ફક્ત દર્દ જ હોય એવા પ્રેમ કેવા : 



દર્દ અને ફક્ત દર્દ જ હોય એવા પ્રેમ કેવા .

સાચા પ્રેમના રસ્તા છે ભુલભુલામણા


હમસફર સુધી પહોચવાના રસ્તા કેવા

આમ તો હજારો વાતો કહી જાય છે હોઠ


ગમતી વ્યક્તિ સાથે મન ના છલકાયએવા સબંધ કેવા .

પ્રેમ કર્યો છે તો નિભાવી જાણોઆવા પ્રકારના સંબંધ માં સમાજ કેવા .


નશો અધુરો છે : 


નશો અધુરો છે અસર નથી બનતી

નશો અધુરો છે અસર નથી બનતી


બને કોઈ તસવીર હવામાં

બને કોઈ તસવીર હવામાં

આંખમાં નથી વસતી .

 

અમારા દિલની વાત જ નિરાળી છે

અમારા દિલની વાત જ નિરાળી છે

જે રહેવા આવે છે એ જ નથી વસતી

 

જો પહોચવું હોય તો પ્રેમનો રસ્તો સાફ રાખો

જો પહોચવું હોય તો પ્રેમનો રસ્તો સાફ રાખો

સાથીના સહારા  વગર મંજિલ નથી મળતી

 

અને જીતી ગયા તેનો જ આ પુરાવો છે

અને જીતી ગયા તેનો જ આ પુરાવો છે

બાકી અનુભવો વગર સાચી દિશા નથી મળતી .



પામવા ગયો પ્રેમ : 

પામવા ગયો પ્રેમ જાતથી ભૂલો પડ્યો

ચાલવાની ઝંખના હતી માર્ગમાં મારગભૂલો પડ્યો .


કર્યો હતો પ્રેમ તો થોડી મળવાની ઝંખના હતી

જીવવાની ધણીએ ઈચ્છા હતી પણ શ્વાસ ઓંછો પડ્યો


બે ચાર પ્રસંગ માં હસતું મો રાખવાનો શેનો ભાર છે .

અહી લોકોની ભીડમાં આંસુ છુપાવતા છુપાવતા હું જ ભૂલો પડ્યો .


બંનેમાં બસ એક જ સ્વાર્થ છે કે નિસ્વાર્થ છે .

બસ આટલું સમજતા સમજતા હું દુનિયાથી ભૂલો પડ્યો . 


વધુ વાંચો : પરમાત્મા પર ભરોશો રાખો દરેક મુહુર્ત શુભ નીવડશે

સંભાળ જરા ધ્યાનથી : 




સંભાળ જરા ધ્યાનથી અંતર નો અવાજ

બંધાયેલો દેહ છે , અહી જાય છે કહ્યા વિના


ધ્યાનથી શું જુઓ છો , તમે મારા મૌન ને

હોઠ કોઈના ફફડ્યા છે , એ પણ અવાજ વિના


શબ્દ જો અબ્રદ્ર હોય તો ઢીંધોળે પિટે

સારા શબ્દો ક્યાં ચાલે છે ઉદય વિના


લાગણીનું ક્યાં કઈ નાનું કે મોટું ઘર હોય છે .

અહી પાણી ક્યાં હાથમાં આવે છે , ખોબો ભર્યા વિના .


Sara Suvichar Gujarati | કર્મ સુવિચાર | જ્ઞાન સુવિચાર | સમજણ સુવિચાર | ટૂંકા સુવિચાર | જીવન સુવિચાર | ગુજરાતી સુવિચાર | ગુજરાતી સુવિચાર ફોટો 


સહનશીલતા એ સબંધો ટકાવી રાખનારું માધ્યમ છે : 
 

શુભ સવાર . કેમ છો બધા ...

આજકાલન લોકોમાં સહનશીલતા બહુ  ઓછા લોકોમાં જોવા મળે છે . તેના કારણે સબંધોમાં કડવાસ અને બસ કડવાસ જ જોવા મળે છે . તેના કારણે ઈર્ષા , ગેરસમજ જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે .

દરેક પોતાની અલગ અલગ પ્રકૃતિથી બંધાયેલો છે . જેથી તેના વાત – વિચાર , વિચારસરણી , વ્યવહાર પણ અલગ અલગ જોવા મળતા હોય છે .

દરેકનો સ્વભાવ અલગ અલગ હોવાથી કોઈ , કોઈ જોડે સારી રીતે મન ખોલીને વાર્તાલાપ કરી લે છે અને કોઈને તો વાત કરવામાં પણ સંકોચ અનુભવતા હોય છે . એમને બીક હોય છે , એમને દર હોય છે હું કાંઇક બોલીશ તો સામેવાલાનું રિએક્શન કેવું હશે એ જોઇને જ ધાભારતા હોય છે .અને કોઈ એમ બોલે એ વળી મને શાનો બોલી જાય એવું વિચારે છે . અને અંતે તો સબંધોમાં તકરાર ઉભી થયા વિના રહેતી જ નથી .તો થોડી સહનશીલતા દાખવો તો સબંધોમાં સમતુલન જળવાઈ રહે . જેથી જીવન સારી રીતે પસાર થાય 



દિલ મારું , પ્રેમ મારો : 


દિલ મારું , પ્રેમ મારો અને કાયદો એમનો તો પણ અમે એમના ના થઇ શક્યા

કોઈ વાર આપણે કોઈને એટલો તો આંખો બંધ કરીને પેમ કરીએ છીએ કે અંતે તે પોતાનું કડી થઇ જ શકતું નથી . તેનું કારણ છે આંધળો પ્રેમ

કોઈવાર આપણે કોઈ પર એટલો બધો આંધળો વિશ્વાસ કરી લઈએ છીએ કે જેના કારણે અંતે દગો જ મળે છે .

એ વાત સાચી છે પ્રેમ જાની જોઇને કડી થતો નથી અચાનક જ કોઈ ગમી જાય છે . ધણા લોકો તેને પ્રેમનું નામ આપી દે છે એટલે તેઓ વગર જોઈતા કારણ વગર દુખી થયા કરે છે .

જીવનમાં બદલાવ લાવવો એ સ્વભાવિક છે , પણ કોઈ માટે બદલવું એ આપડી મોટી ભૂલ છે . અને એ જ આપણને ભવિષ્યમાં નડતરરૂપ સાબિત થાય છે . 



એક માસ્ક પ્રેમનું પણ : 






એક માસ્ક પ્રેમનું પણ પહેરી  લો નફરતનો વાઇરસ ધુસી ના જાય .

આપ સૌ જાણો જ છો નફરત એ પ્રેમનો દુશ્મન છે . અને આ નફરત ઈર્ષાથી જ ઉત્પન થાય છે .

આજે એક એવી સત્ય ધટનાનો ઉલ્લેખ કરી રહ્યો છું જે કોરોનાકાળમાં બની ચુકી છે .

એક ભાઈ હતો તે પોતે શિક્ષક હતો પણ પ્રાઇવેટ શાળામાં હતો . અને તેમની પત્ની હતા તેઓં

ગવર્મેન્ટ શાળામાં ટીચર . એ વચ્ચે પ્રેમ ધણો હતો . તે સમય એવ્ગો હતો કે તેઓં શાંતિથી રહેતા .

જ્યારથી કોરોનાનો સમય ચાલુ થયો ત્યારથી બંનેમાં રોજ ઝગડો ચાલુ થઇ ગયો . બોલો કેમ

કેમ કે પેલા ભાઈનો પગાર અઓછો તો હતો અને ઉપરથી આવા સમયે પગાર કપાતો આવવા લાગ્યો .

અને પેલા બેનનો પગાર વધારે હતો કપાતો આવતો પણ ચાલે એવો તો હતો જ ધરવકરીમાં .

ધીમે ધીમે પેલા ભાઈની તેની પત્નીની ઈર્ષા થવા લાગી . પોતાનો પગાર એટલો ઓંછો હતો

ધરમાં ખાવા – પીવાની વસ્તુ લાવવાની આડમાં બીજો કોઈ પોતાનો ખર્ચો ઉપાડી ન ‘ તો શકતો

અને તેની ઈર્ષાને કારણે તેની તરફ નફરત પેસદ થઇ ગઈ . અને અંતે .... આપ સૌ જાણો જ છો

શું થયું હશે .



એકલતા દુર કરવા લગ્ન કરવા જરૂરી નથી : 

સમાજમાં કેટલીય કોઈ સારી કે કોઈ ખરાબ ધટના બનતી હોય છે હું જે વિષે વાત કરવા જઈ રહ્યો છું એ તો ૧૦૦ ટકા બનેલી ધટના છે .

એક પતિ કે જે પોતાની પત્નીને ખોયા બાદ પોતાના છોકરાના માટે પારકી માં કેવું સાચવશે તેના કારણે બીજા લગ્ન નથી કરતો . તેના છોકરાઓ પોતે પોતાનું કામ જાતે કરી શકે એટલા તો મોટા તો હોય છે . બાળકો ગમે તેટલા મોટા કેમ ના હોય માં નો પ્રેમ માં ની હૂફ ના હોય તો ભલભલું બાળક ભૂલું પડી જાય છે એ પછી રસ્તો હોય કે જીવન . કારણ કે બાળકનો પહેલો ગુરુ માતા હોય છે . માતા ભણેલી હોય કે અભણ પણ પોતાના બાળકને સાચો રસ્તો બતાવવામાં ક્યારેય પછી નથી પડતી .

અહી વાત બાળકના ભવિષ્યની છે . પછી એક પિતાએ ક્યાંય સુધી લગ્ન ના કર્યા પણ પોતાના બાળકોના લગ્ન કરાવ્યા પછી તે પોતે એકલો પડી ગયો એવું લાગ્યું તો એને પણ સમાજના કોઈ સ્ત્રી સાથે લગ્ન કરી લીધા .

આ એકલતાએ પણ એવો વળાંક માર્યો કે પોતે આટલી ઉમરે પોતાના જ બાળકોથી અલગ થઇ ગયો . પછી જયારે હકીતાકનું ભાન થયું ત્યારે બહુ વાર થઇ ગઈ હતી .

આમાં દોષ કોનો .

૧ પતિનો

૨ ધરમાં આવેલી નવી માં નો કે

૩ બાળકોનો

તમારો અભિપ્રાય જરૂરથી આપો



દરેક માણસ હોશિયાર જ હોય છે : 


દરેક માણસ હોશિયાર જ હોય છે બસ વિષય અલગ અલગ હોય છે .

આ દુનિયામાં કોઈના કોઈ માણસ પાસે ટેલેન્ટ તો હોય જ છે બસ ખાલી રજુ કરવાની રીત અલગ અલગ હોય છે .

શાળામાં ભણતા વિર્ધાર્થિઓ બધા જ ભણવામાં હોંશિયાર  નથી હોતા એવી રીતે બધા જ રમતમાં કે બીજી કોઈમાં

હોંશિયાર નથી હોતા .

બસ લોકો આટલી ટૂંકી વાતમાં બધું સમજી જાય તો જીવન સહેલું થઇ જાય .


જો તમને મારા વિચાર ગમતા હોય અને કોઈ શેર કરવાનું મન થાય તો બિન્દાસ કરી દેજો . શેર કરવાનું કારણ એ જ કે વિચાર શેર કરવાથી એક યા બીજી વ્યક્તિમાં બદલાવ જરૂરથી આવે છે જોઈ તે આવું કોઈ વાંચે , સાંભળે અથવા જુવે તો .


આભાર 

" મૃત્યમ "



 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ